મુંબઈ : બિગ બોસની સીઝન 13 પૂરી થઈ ગઈ છે અને સિદ્ધાર્થ શુક્લા આ સિઝનનો વિજેતા છે. સિદ્ધાર્થ શુક્લા જે રીતે શોમાં હેડલાઇન્સ બનાવતો હતો, તે જ રીતે તેમનું અંગત જીવન હંમેશા સમાચારોમાં રહે છે. બિગ બોસના ઘરમાં ચાર મહિનાથી વધુ સમય ગાળ્યા બાદ સિદ્ધાર્થની જિંદગી પાટા પર આવી ગઈ હોય તેવું લાગે છે.
સિદ્ધાર્થનો ફેમિલી ફોટો વાયરલ
તાજેતરમાં જ સિદ્ધાર્થ શુક્લાની જીમ વર્કઆઉટની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે તસવીરમાં તે અભિનેતા નેહા મલિક સાથે જોવા મળ્યો હતો.
માતાને આપી વિશેષ ભેટ?
વાયરલ થઈ રહેલી તસવીરમાં સિદ્ધાર્થની માતાના હાથમાં લાકડાના બોક્સ જોવા મળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સિદ્ધાર્થે તેની માતાને આ ભેટ આપી છે. આ તસવીરોમાં સિદ્ધાર્થની ખુશી જોવા મળી રહી છે.
બિગ બોસ શો સિદ્ધાર્થને નવી ઉંચાઇ પર લઈ ગયો છે. તાજેતરમાં જ ટ્વિટર ઇન્ડિયાએ સિદ્ધાર્થ શુક્લાને મોસ્ટ ટ્વિટ સેલેબનું બિરુદ પણ આપ્યું હતું. આને કારણે સિદ્ધાર્થના ચાહકો ખૂબ ખુશ થઈ ગયા અને #TwitterKingSid એ ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું.