મુંબઈ : અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ તાજેતરમાં ‘બિગ બોસ 13’ ની ટ્રોફી મેળવી છે. આ શોના વિજેતા બન્યા બાદથી તે સતત હેડલાઇન્સમાં રહે છે. તેના ‘બિગ બોસ’ ઘરના કેટલાક વીડિયો હજી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ દરમિયાન હવે સિદ્ધાર્થ શુક્લા પોતાની રૂટિન લાઇફમાં ફરી ગયો છે. તેણે તેનો એક વર્કઆઉટ વીડિયો શેર કરીને તેનો પુરાવો આપ્યો છે.
હવે તે પોતાના નવા વીડિયોથી લોકોને ફિટનેસ ચેલેન્જ આપી રહ્યો છે જેમાં તે જીમમાં પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ ખૂબ જ મહેનતુ અવતારમાં જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થના આ શર્ટલેસ વીડિયો પર હવે તેના ચાહકો ભારે કમેન્ટ્સ કરી રહ્યા છે. જુઓ આ વિડીયો…