મુંબઈ : બિગ બોસનું ઘર એવું છે કે ક્યારે કોઈ મિત્રો બની જાય અને ક્યારે કોઈ દુશ્મન બની જાય તે કોઈ જાણતું નથી. આવનારા એપિસોડમાં આવું જ કંઈક થવાનું છે. હા, આગામી એપિસોડનો પ્રોમો તાજેતરમાં જ રિલીઝ થયો છે. જેમાં એજાઝ ખાને પોતાની કેપટન્સીની શક્તિનો ઉપયોગ પવિત્રાને નહીં બચાવીને જાસ્મિનને બચાવવામાં કર્યો હતો.
બિગ બોસે આ અઠવાડિયાના નામાંકનને ટાળવા માટે પરિવારને સુવર્ણ તક આપી હતી. બિગ બોસ કહે છે કે ‘એજાઝ કોઈપણ સભ્યને નામાંકનથી બચાવી શકે છે.’ આમાં, એજાઝને તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું હતું કે પવિત્રા અને જાસ્મિનમાંથી તે કોઈને નામાંકનથી સુરક્ષિત કરશે. ઘરના દરેકને લાગ્યું કે તે પવિત્રાનું નામ લેશે, કારણ કે હવે બંને વચ્ચે બોન્ડિંગ વધુ સારું થઈ રહ્યું છે. પરંતુ એજાઝે જાસ્મીનનું નામ લીધું હતું અને સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ પવિત્રાનું દિલ તૂટી ગયું અને તે ખુબ રડી હતી.