મુંબઈ : બધા જ જાણે છે કે સલમાન ખાન બોલિવૂડનો સુપરસ્ટાર છે. સલમાન આ દેશની સૌથી વધુ કમાણી કરનારી હસ્તીઓમાનો એક છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડના ભાઈ પર પણ છે કોઈનું લેણું ? હા, સલમાન ખાન પાસે પણ એક વ્યક્તિના પૈસા બાકી છે.
સલમાન ખાન પર કેટલું લેણું છે?
તાજેતરના ઉમંગ 2020 માં સલમાન ખાને કહ્યું હતું કે, તેના સાયકલ મિકેનિકના 1.25 રૂપિયા ઉધાર લીધા છે. સલમાને કહ્યું, “એક વખત મેં શોર્ટ્સ પહેરી હતી અને મારી પાસે પૈસા નહોતા.” તેથી મેં કાકાને કહ્યું કે, આ સાયકલને રીપેર કરી આપો પછી પૈસા આપી દઈશ. પછી તેણે મને કહ્યું કે ‘તું બાળપણમાં પણ આવું જ કરતો હતો. તે ઘણા સમય પહેલા પણ સાયકલ રીપેર કરાવી હતી અને આજદિન સુધી તેના પૈસા આપ્યા નથી. તારા આજે પણ 1.25 રૂપિયા ઉધાર છે. ‘ તેના શબ્દો સાંભળીને મને ખૂબ શરમ આવી. ”
સલમાને એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે, જ્યારે તેણે સાયકલ મિકેનિકને પૈસા આપવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ના પાડી અને પૈસા લીધા નહીં.