મુંબઈ : સુપરસ્ટાર સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ કેટલાક વિડીયો શેર કરે છે. ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો સલમાન ખાન આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય જોવા મળે છે. એક્સરસાઇઝથી લઈને કુટુંબ સાથે સમય પસાર કરવા સુધીના અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ સિલસિલો તેના ભત્રીજા યોહાનથી શરુ હતો અને આ પછી સલમાન ખાન દરરોજ એક વિડીયો શેર કરે છે.
તાજેતરમાં જ સલમાનને તેની નાની બહેન અર્પિતા ખાનના પુત્ર આહીલ સાથે મસ્તી કરતો વિડીયો સામે આવ્યો હતો. સલમાનએ આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ સાથે શેર કર્યો અને હવે તે તેની બહેન અલ્વીરા અને ભાઈઓના પુત્રો અરહાન, અયાન અને નિર્વાન સાથે સમય પસાર કરે છે. સલમાને આ ત્રણેય સાથે વીડિયો શૂટ કર્યો છે, જ્યાં તમે બાળકો અને સલમાનને મસ્તી કરતા જોઈ શકો છે.