મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો હંમેશાં સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરે છે, પરંતુ આ વખતે બોલિવૂડ અભિનેતાએ ટ્વિટ કરીને તેને આડે હાથે લીધો છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે આ અભિનેતાએ સલમાન ખાનને નિશાન બનાવ્યો છે. તે આ પહેલાં પણ ઘણી વાર ‘ભાઈજાન’ને સંભળાવી ચુક્યો છે.
હંમેશાં સલમાન પર નિશાન સાધનારા બોલિવૂડ અભિનેતા અને નિર્માતા કમલ આર ખાને ફરીથી તેના વિશે ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં પણ તેણે સલમાન ખાનની ટકોર લીધી છે. હવે કેઆરકેનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.
Bro @BeingSalmanKhan approx 34 thousand people did vote for this survey and 56% people consider me more honest than you. Ppl trust me more than you. Means they love me more than you bro! Your stardom is finished bro! And #TheBrandKRK the no.1 critic in the world in rocking!?? https://t.co/pSdXv3BuDg
— KRK (@kamaalrkhan) February 20, 2020
કમલ આર ખાને પોતાની ટવીટમાં લખ્યું છે કે, “ભાઈ સલમાન ખાન, લગભગ 34 હજાર લોકોએ આ સર્વે પર મત આપ્યો છે. અને 56 ટકા લોકોએ મને તમારા કરતા વધુ પ્રમાણિક કહ્યો છે. મતલબ કે લોકો તમારા કરતા મને વધુ પ્રેમ કરે છે. તમારું સ્ટારડમ પૂરું થઈ ગયું છે ભાઈ. “