મુંબઈ : સલમાન ખાન તેની ફિલ્મોમાં વ્યસ્ત છે અને તેનું પ્રોડક્શન હાઉસ પણ વ્યસ્ત ચાલી રહ્યું છે. કપિલ શર્માના શો ઉપરાંત સલમાન ‘નચ બાલીએ સિઝન 9’ પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. હવે સમાચાર એ છે કે તેઓ એક એવી ફિલ્મ બનાવશે જે લગ્ન ખંડ (મેરેજ હોલ) પર આધારિત હશે. અનુષ્કા શર્મા અને રણવીર સિંહે આશરે એક દાયકા પહેલા ‘બૅન્ડ બાજા બારાત’ ફિલ્મમાં કામ કરી ચુક્યા છે જે આ પ્રકારના કોન્સેપટની આસપાસ ફરતી સ્ટોરી હતી.
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સ્રોત મુજબ સલમાન આ ફિલ્મનું નિર્માણ કરશે. આ સ્ટોરી બે ભાઈઓની છે અને મૂવીની પૃષ્ઠભૂમિ દિલ્હી હશે. આ મૂવીને આ ક્ષણે ‘બુલબુલ મેરેજ હોલ’ નામ આપવામાં આવ્યું છે. અહેવાલ મુજબ રોહિતનૈય્યર આ ફિલ્મ નિર્દેશિત કરશે અને ફિલ્મના સંવાદો રાજ શાંડિલા દ્વારા લખવામાં આવશે. નૈય્યરે વર્ષ 2009 માં ફિલ્મ શેડો નિર્દેશિત કરી હતી. મિલિંદ સોમન, સોનાલી કુલકર્ણી અને ઋષિતા ભટ્ટ આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. હાલના સમયમાં ફિલ્મના કાસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને આ ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબરમાં શરૂ કરી શકે છે.