બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ ઇલિયાના ડિ ક્રુઝ હાલ તેની પર્સનલ લાઇફને લઈ ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે ઇલિયાનાએ તેના ઓસ્ટ્રેલિયન બોયફ્રેન્ડ ફોટોગ્રાફર એન્ડ્ર્યૂ નીબોન સાથે લગ્ન કર્યા છે. જ્યારે હવે બન્ને વચ્ચે બ્રેકઅપ થયું હોવાની ખબર ફેલાઈ છે.
જોકે આ પહેલા ઇલિયાનાના મા બનવાની ખબરો પણ ફેલાઈ હતી જેને ખુદ ઇલિયાનાએ નકારી હતી અને માત્ર એક અફવા ગણાવી હતી. ઇલિયાનાના લગ્ન અને બ્રેકઅપ વિશે હાલ તેના તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ આ બધી ખબરોના કારણે ઇલિયાના સોશિયલ મીડિયા પર જબરદસ્ત સર્ચ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે ઇલિયાના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્વિટ રહે છે. ઇલિયાનાના ઇન્સ્ટાગ્રામ પર એક કરોડથી વધુ ફોલોવર્સ છે. ઇલિયાનાએ બોલિવૂડમાં ‘બરફી’, ‘બાદશાહો’, ‘મે તેરા હીરો’, ‘રુસ્તમ’, ‘હેપ્પી એન્ડીંગ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.