મુંબઈ : બોલીવુડની અભિનેત્રી ટ્વિંકલ ખન્ના ફિલ્મોથી દૂર સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. ટ્વિંકલ વારંવાર તેની અને તેના પરિવારની તસવીરો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરતી રહે છે. પરંતુ આ વખતે ટ્વિંકલે જે તસવીર શેર કરી છે તે તસવીર સ્ટાઈલિશ કરતા ડરામણી વધુ લાગે છે. આ તસવીર સાથે તેણે એક કૅપ્શન લખ્યું છે કે, તે વાંચીને તેના ચાહકો પણ આઘાતમાં છે. હકીકતમાં, અભિનેત્રીએ આ તસવીર શેર કરવાની સાથે ઈચ્છા વ્યક્ત કરી છે કે, તેણીના મૃત્યુ પછી તેણીની આ તસવીર સાથેની ફ્રેમ બનાવવા આવે.
ટ્વિંકલે બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર સાથે લખ્યું કે, “મને આશા છે કે તમને આ તસવીર ગમશે. તે ખૂબ જ દુર્લભ છે કે ફોટોગ્રાફર તે ક્ષણને પકડી લે છે જે મારો આત્મા કહેવા માંગે છે. હું આશા રાખું છું કે જ્યારે હું મરીશ, ત્યારે આ તસવીર એક મોટી ફ્રેમમાં સજાવવામાં આવશે. તેની આસપાસ લોકો ફૂલના હાર ફેંકશે અને મારી પ્રાર્થના સભામાં સામેલ થશે. જોકે, ટ્વિંકલની આ તસવીરને એક લાખથી વધારે લાઈક મળી ચુકી છે.
ઉલ્લેખનીય છે કે, ટ્વિંકલ ખન્ના વારંવાર તેમના પતિ અક્ષય કુમારની તસવીર શેર કરે છે. ટ્વિંકલે તાજેતરમાં એક તસવીર શેર કરી જેમાં તે બોટ ચલાવતી નજરે પડી રહી છે. અક્ષય કુમાર તેમની બાજુમાં બેઠો છે. કૅપ્શન તેમણે લખ્યું હતું કે, “એક જ પેજ પર નહીં [પરંતુ હંમેશા એક જ હોડી પર, પછી ભલે હું સ્ટેયરિગ વ્હીલ પર હોઉં.”
ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા પછી અભિનયની કારકીર્દિનો ગુડબાય કહી દીધું હતું. ટ્વિંકલે છેલ્લે ‘લવ કે લિયે કુછ ભી કરેગા સાલા’ ફિલ્મમાં કામ કર્યું હતું. હાલના દિવસોમાં તે એક લેખક અને નિર્માતા બની ગઈ છે. ટ્વિંકલના ઘણા પુસ્તકો લોંચ થઇ ચુક્યા છે.