મુંબઈ : જનતા કર્ફ્યુના દિવસે, પીએમ મોદીએ દેશવાસીઓના કોરોના કમાન્ડોનો આભાર માનવા માટે તાળી વગાડવાની કે થાળી વગાડવાનું કહ્યું હતું. આ પહેલને બોલિવૂડ સેલેબ્સે પણ જોરદાર ટેકો આપ્યો હતો. હવે વડાપ્રધાને રવિવારે (5 એપ્રિલે) રાત્રે 9 વાગ્યે દેશને કોરોના સામેની જંગમાં એક કરવા માટે મીણબત્તી અથવા દીવો પ્રગટાવવાની અપીલ કરી છે.
આજે (3 એપ્રિલે) જાહેર થયેલા પોતાના વીડિયો સંદેશમાં પીએમ મોદીએ દેશવાસીઓને આ વિશેષ અપીલ કરી હતી. પીએમની આ પહેલને બોલિવૂડ સેલેબ્સનો ટેકો મળી રહ્યો છે. વિવેક અગ્નિહોત્રી, વીર દાસ, તાપ્સી પન્નુ, રંગોલી ચંદેલ સહિતના ઘણા સ્ટાર્સે વડાપ્રધાનની પહેલને સમર્થન આપ્યું છે. તાપ્સી પન્નુએ ટ્વિટ કરીને લખ્યું- નવો ટાસ્ક. યે યે યે !!! ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ લખ્યું છે- ક્રેઝી લોકો પીએમને ટ્રોલ કરવાનું શરૂ કરતા પહેલા, હું એમ કહેવા માંગુ છું કે પીએમ મોદી ભારતના સર્વશ્રેષ્ઠ નેતા છે. તેઓ જાણે છે કે ભારતીયોને ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે કેવી રીતે લીડ કરવાના છે. આ ઉપરાંત અન્ય કોઈ રસ્તો નથી.