ફિલ્મોની સાથે સાથે દર્શકોને સૌથી વધારે કોઈ વાત આકર્ષિત કરતી હોય તો તે છે બોલિવૂડની હસ્તીઓની રિલેશનશિપ. કોની સાથે કોને અફેર છે કોની સાથે કોના લગ્ન થયા કે કોણે છુટાછેડા લીધા આ તમામ વાતો હંમેશા ચર્ચાતી જ રહે છે. બોલિવૂડમાં કેટલીયે એવી જોડીઓ છે જેમણે પ્યારની મિસાલ આપી. લોકો તેમના પ્રેમને ક્યારેય નહીં ભૂલી શકે કેટલીક એવી જોડીઓ પણ રહી જેઓ ક્યારેય એક ન થઈ શક્યા છતાં તેમના પ્રેમના કિસ્સાઓ ખુબજ ચગ્યા.કેટલીક જોડીઓનો સાથ થોડા સમય પૂર્તો જ હોય છે જ્યારે તેઓ છુટા પડે દર્શકો પણ દુખી થઈ જતા હોય છે. તો કેટલાક એવા કપલ છે જેમણે ઉંમરની સીમાઓ આળંગી પ્રેમ કર્યો આજે આપણે આવી જ જોડીઓની વાત કરીશું.
રાજેશ ખન્ના ડિમ્પલ કાપડિયા
એક સમય એવો હતો કે રાજેશ ખન્ના દરેક યુવાન છોકરીઓના દિલ પર રાજ કરતા હતા એ સમયે ખુબસુરત અભિનેત્રી ડિમ્પલે રાજેશ ખન્નાને પ્રેમ કર્યો લગ્ન કર્યા તકરાર પણ થઈ. રાજેશ ખન્ના 31 વર્ષના હતા ત્યારે ડિમ્પલ માત્ર 16 વર્ષની હતી કેરિયર સફળતા બધુજ સાઈડમાં મુકી ડિમ્પલે રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા. બે પુત્રીઓ થયા પછી આ કપલે છુટાછેડા લીધા અને ત્યાર બાદ એકબીજાના સારા મિત્ર બનીને રહ્યા.
આમિર ખાન કિરણ રાવ
કિરણ રાવ આમિર ખાન કરતા ઉંમરમાં 10 વર્ષ નાની છે. આમિરે 21 વર્ષની ઉંમરે ભાગીને રીના સાથે લગ્ન કર્યા હતા. રીના સાથે 12 વર્ષના લગ્નજીવન પછી આમિરે કિરણ સાથે લગ્ન કર્યા હતા.
મિલિંદ સોમણ અને અંકિતા કોંવર
ભારતના આયરમેન મિલિંદ સોમણ એક સફળ મોડલ છે. મિલિંદે તેનાથી 25 વર્ષ નાની અંકિતા સાથે 2018માં લગ્ન કર્યા છે.
શાહિદ કપૂર મીરા રાજપૂત
શાહિદ અને મીરા બોલીવુડની ખુબજ લોકપ્રિય જોડી છે. શાહિદ અને મીરા વચ્ચે 14 વર્ષનું અંતર છે.
સંજય દત્ત માન્યતા દત્ત
સંજય દત્ત અને માન્યતા વચ્ચે 20 વર્ષનું અંતર છે. આ સુંદર જોડીને બે જોડીયા બાળક છે. અને હાલ એકબીજાને ભરપુર સાથ આપી રહ્યા છે. સંજય દત્તે તેના જીવનમાં ભારે ઉતાર ચડાવ જોયા છે માન્યતાએ સંજયને એ સમયે સંભાળ્યો જ્યારે તેને કોઈના સાચા પ્રેમની જરૂર હતી.
દિલીપ કુમાર સાયરા બાનૂ
દિલીપ કુમાર તેમના સમયના ખુબજ લોકપ્રિય અભિનેતા છે એક સમયે દિલીપ કુમાર અને મધુબાલાના સંબંધો ચર્ચામાં હતા જ્યારે સાયરા બાનૂ 12 વર્ષની ઉંમરથી દિલીપ કુમારને પ્યાર કરતી હતી. એક ફિલ્મમાં બંને મળ્યા અને પ્રેમ થઈ ગયો બંને વચ્ચે 22 વર્ષનુ અંતર હોવા છતા તેમનું લગ્નજીવન સફળ રહ્યુ.
પ્રિયંકા ચોપડા નિક જોનસ
પ્રિયંકા ચોપડા તેના સંબંધોને લઈને ખુબજ ચર્ચામાં રહી છે. હરમન બાવેજા અને શાહિદ કપૂર જેવા એક્ટર્સ સાથે તેના નામ જોડાઈ ચુક્યા છે. પ્રિયંકાએ અમેરિકી પોપ સિંગર અને એક્ટર નિક જોનસ સાથે લગ્ન કર્યા જે પ્રિયંકા કરતા 10 વર્ષ નાનો છે.