સુશાંત સિંહ રાજપૂત કેસના ડ્રગ્સ એન્ગલમાં અત્યાર સુધી બોલીવુડની અનેક એક્ટ્રેસના નામ બહાર આવી ચુક્યા છે. હવે સમાચાર મળ્યા છે કે એક્ટ્રેસ દિયા મિર્ઝા પણ NCBની રડાર પર છે. તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે જ ડ્રગ્સ કનેક્શનની તપાસ દરમિયાન NCBને 40 વર્ષની એક એક્ટ્રેસ અંગે પણ જાણ થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને નમ્રતા શિરોડકર પછી હવે દિયાનું નામ પણ આ કેસમાં સામે આવ્યું છે. NCB તેને પૂછપરછ માટે ટૂંક સમયમાં બોલાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં દિયા માટે ખરીદવામાં આવેલા ડ્રગ્સની પાક્કી જાણકારી અને પુરાવા (Bollywood Drugs Connection) NCBને મળ્યા છે. રિપોર્ટ મુજબ મેનેજરે ડ્રગ્સ પેડલર્સ સાથે બે વાર મીટિંગ પણ કરી હતી. તેથી આવનારા દિવસોમાં પહેલા એક્ટ્રેસની મેનેજરની પૂછપરછ થઇ શકે છે અને તે પછી એક્ટ્રેસને પણ NCB પૂછપરછ માટે બોલાવી શકે છે.