મુંબઈ : થોડા દિવસ પહેલા માર્વેલના સુપરહીરો સ્પાઇડરમેન અને વિલન હલ્કનો એનિમેટેડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં આ બંને કેરેક્ટર બૉલીવુડ ફિલ્મ ‘કલંક’ના ગીત પર ‘ફર્સ્ટ ક્લાસ’ ડાન્સ કરતા હતા. લોકોને આ વિડીયો ખુબ પસંદ આવ્યો અને લોકો તેને સોશિયલ મીડિયા પર શેર કરતા વિડ્યો વાયરલ થયો હતો. આ વિડીયો એટલો શેર થયો હતો કે બૉલીવુડ અભિનેતા વરુણ ધવને તેને રીટ્વિટ કર્યો હતો.
હવે આ ફિલ્મની અભિનેત્રી માધુરી દિક્ષિતે પણ આવો જ એક અન્ય વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં આ વખતે આયર્નમેન અને હલ્ક ‘ફર્સ્ટ ક્લાસ’ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતા નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ કલંકનું ગીત ‘ફર્સ્ટ ક્લાસ’ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીત પર મોટાભાગના લોકોએ ડાન્સ કરી પોતાનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે, જેને શેર કરવામાં આવી રહ્યા છે.
First class Avengers Version. @Varun_dvn Check this out ❤️?.. Its so cute. Made by me #MahaCreations ❤️❤️. #firstclass #Kalank #KalankTrailer @aliaa08 @sonakshisinha @MadhuriDixit pic.twitter.com/nWtpieQ4dp
— Maha. (@MahaSRK1) April 15, 2019
કલંકના સ્ટાર કાસ્ટ વિશે વાત કરતાં, માધુરી દિક્ષિત અને સંજય દત્ત લગભગ 20 વર્ષ પછી એક સાથે સ્ક્રીન પર જોવા મળશે. સંજય દત્ત અને માધુરી દીક્ષિત અંગે વરૂણ ધવને એ સિક્રેટનો પણ ખુલાસો કર્યો હતો કે,શૂટિંગ દરમિયાન બંને હાલના સમયમાં પણ એકબીજાને સર અને મેમ કહીને બોલાવે છે. નોંધનીય છે કે, એક સમયે સંજય દત્ત અને માધુરી દીક્ષિતની લવ સ્ટોરી ખુબ જાણીતી રહી છે.
વરુણ ધવન અને આલિયા ભટ્ટ ફરી એક વાર ‘કલંક’ ફિલ્મમાં એકસાથે સ્ક્રીન પર જોવા મળશે. જ્યારે પણ વરુણ ધવન અને આલિયા ભટ્ટ સ્ક્રીન પર એકસાથે આવે છે, ત્યારે બન્ને બોક્સ ઓફિસ પર સફળ બને છે. વરુણ અને આલિયા અગાઉ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં સાથે જોવા મળ્યા છે.
wow endgame looks amazing pic.twitter.com/YWheX9Ud6N
— H E N N Y (@hennaahmedx) April 12, 2019