મુંબઈ : થોડા દિવસો પહેલા જ રિલીઝ થયેલી ‘કેસરી’ ફિલ્મનું ‘તેરી મિટ્ટી’ ગીત નાના મોટા સૌકોઈને પસંદ આવી રહ્યું છે. આ ગીતે નવો રેકોર્ડ સર્જ્યો છે. આ ગીત બોલીવુડનું પ્રથમ એવું ગીત બની ગયું છે જેને યુટ્યુબ પર 10 કરોડથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.
સિંગર બી પ્રેકે ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “મારુ પ્રથમ બોલીવુડ સોંગ જે 10 કરોડ (100 મિલિયન)ના આંકડાને પાર કર્યું છે. ‘તેરી મિટ્ટી’ સોંગ મને અને અમારી ટીમને આટલો બધો પ્રેમ આપવા અને સન્માન આપવા માટે તમારો આભાર.”
Thankuu Paaji @SinghAnurag79 For The Love??♥️♥️ https://t.co/2hJqeJZSFT
— B Praak (@BPraak) July 21, 2019
આર્કોએ ટ્વિટર પર લખ્યું કે, “આ સ્પેશિયલ સોંગ અમારી કારકીર્દી માટે લેન્ડમાર્ક છે. અને અમને લોકો દ્વારા મળેલા આ પ્રેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.”
This most special song is a landmark in our careers & we cannot thank you enough for the utterly overwhelming emotional response on this one!!#TeriMitti #Kesari @dharmamovies @ZeeStudios_@akshaykumar @anuragbedi @BPraak @manojmuntashir @azeem2112 @adityadevmusic @SujitRTiwari pic.twitter.com/sy10vJT06P
— Arko Pravo Mukherjee (@ArkoPravo19) July 21, 2019
ઉલ્લેખનીય છે કે, સારાગઢીના યુદ્ધ પર બનેલી આ ફિલ્મ 21 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. જેની સ્ટોરીમાં 122 વર્ષ પહેલા 12 સપ્ટેબર, 1897માં 21 શીખોએ 10 હજાર અફગાની હુમલાખોરો સાથે લડાઇ કરી હતી તે દર્શાવવામાં આવ્યું છે. ‘તેરી મિટ્ટી’ ગીતને આઝાદી માટે દેશનો ઝંડો ઉચો કરવા માટે આવા કેટલાય જવાનોની યાદમાં આ ગીતને સમર્પિત કરવામાં આવ્યુ છે.