મુંબઈ : દિવાળી પર ‘હાઉસફુલ 4’ બોક્સ ઓફિસ પર ધમાકો કરવા જઇ રહી છે, આ પછી બીજી એક મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ કોમેડી ફિલ્મ ‘પાગલપંતી’નું ફની ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર એટલું જબરદસ્ત છે કે તેને જોઈને તમે પણ હસવા મજબૂર થઈ જશો.
આ ફિલ્મમાં અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, ઇલિયાના ડિક્રુઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખારબંડા, ઉર્વશી રાઉતેલા અને સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં છે. આ વર્ષે 22 નવેમ્બરે પાગલપંતી થિયેટરોમાં રિલીઝ થશે. જુઓ ટ્રેલર…