મુંબઈ : બોલિવૂડ એક્ટર અભિનેતા રણવીરસિંહે તેની આગામી ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. રણવીરે ફિલ્મના ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર અને નિર્માતા મનીષ શર્મા સાથે પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
તસવીરના કેપ્શનમાં રણવીરે લખ્યું છે કે, શૂટિંગ પૂર્ણ થયું છે, મનીષ સર સાથે ‘બેન્ડ બાજા બારાત’ થી લઈને ‘જયેશભાઈ જોરદાર’ … તમારા માર્ગદર્શન હેઠળ 10 વર્ષ અસાધારણ રહ્યા. દિવ્યાંગ તમે પ્રેમ અને સકારાત્મક ઉર્જાના સ્ત્રોત છો. મને તમારો જયેશ બનાવવા બદલ આભાર, ‘અપના ટેમ આગયા ને’