મુંબઈ : બોલિવૂડમાં ક્યારે અને કોણ ડેટિંગ કરી રહ્યા છે તે જાણવા ચાહકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોને ચોંકાવી દેનારી અભિનેત્રી રકુલ પ્રીત સિંહે આજે તેના જન્મદિવસ નિમિત્તે તેની લવ લાઈફ વિશે મોટો ખુલાસો કર્યો છે. તેના 31 માં જન્મદિવસે, તેના પ્રેમનું નામ જાણીતું કરીને, તેણે દરેકને તેના સપનાના રાજકુમાર સાથે પરિચય કરાવ્યો અને ચાહકોને જન્મદિવસની અદભૂત રિટર્ન ગિફ્ટ આપી. રકુલ પ્રીત સિંહે તેના જન્મદિવસ પર નિર્માતા અને અભિનેતા જેકી ભગનાની સાથેના તેના સંબંધની પુષ્ટિ કરી છે.
રકુલ પ્રીત સિંહે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ચાહકોને તેના પ્રેમ વિશે જણાવ્યું હતું. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર સાથે લખ્યું, ‘આભાર, તમે આ વર્ષની મારી સૌથી મોટી ભેટ છો. મારા જીવનમાં રંગ ઉમેરવા બદલ આભાર, મને અવિરત હસાવવા બદલ આભાર, તમે જે રીતે છો તે બદલ આભાર. અહીં આપણે સાથે મળીને વધુ યાદો ‘ બનાવવી છે ‘જેકી ભગનાની’.
રકુલપ્રીત સિંહની આ પોસ્ટ જોયા પછી તરત જ જેકી ભગનાનીએ તેના દિલની વાત કરી. આ જ તસવીર સાથે, તેમણે લખ્યું, ‘તમારા વગર દિવસ એક દિવસ જેવો નથી લાગતો, તમારા વિના સૌથી સ્વાદિષ્ટ ભોજનમાં પણ કોઈ સ્વાદ નથી. સૌથી સુંદર છોકરી જે મારા માટે મારી દુનિયા છે તેને જન્મદિવસની શુભેચ્છા મોકલી રહ્યો છું. તમારો દિવસ તમારા અને તમારા સ્મિત જેટલો સુંદર રહે. હેપી બર્થ ડે મારી રકુલપ્રીત.
રકુલપ્રીત અને જેકી ભગનાનીની આ પોસ્ટ પર આયુષ્માન ખુરાના, કાજલ અગ્રવાલ, રાશી ખન્ના, સોફી ચૌધરી જેવી બોલિવૂડ હસ્તીઓએ ટિપ્પણી કરી છે.
કામના મોરચે, રકુલપ્રીત છેલ્લે ‘સરદાર કા ગ્રેન્ડસન’માં જોવા મળી હતી. આ સાથે, તે ‘ડોક્ટર જી’, ‘એટેક’, ‘મેડે’ અને ‘થેંક ગોડ’માં જોવા મળશે. આ ફિલ્મોમાં તે આયુષ્માન ખુરાના, જોન અબ્રાહમ, અમિતાભ બચ્ચન, અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ સિવાય રકુલપ્રીત જલ્દી જ અક્ષય કુમાર સાથે એક ફિલ્મમાં જોવા મળશે, જેનું નિર્માણ જેકી ભગનાની કરશે.