મુંબઈ : લોકસભા ચૂંટણીમાં બધી બેઠકોના પરિણામો સામે આવી ગયા છે. સમગ્ર દેશે ફરી એક વખત એક અવાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરવાનો જનાદેશ આપી દીધો છે. દેશમાં વડાપ્રધાન મોદીની લહેરે બોલીવુડના ઘણા સ્ટાર્સના નસીબ પણ ચમકાવી દીધા છે. તેમાં સની દેઓલ અને રવિ કિશાન જેવા છે. જેમણે રેકોર્ડ જીત મેળવી છે. ચાલો જાણીએ લોકસભા ચૂંટણીમાં જીત મેળવનાર સ્ટાર્સ અંગે
હેમા માલિની
યુપીના મથુરા લોકસભાની બેઠક પરથી હેમા માલિનીને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. મથુરામાં હેમા માલિનીએ 6,64,291 મત મેળવ્યા. રાષ્ટ્રીય લોક દળના નેતા કુવર નરેન્દ્ર સિંહ દ્વારા હેમાનો સામનો કરવો પડ્યો હતો. હેમાએ તેમને ત્રણ લાખથી વધુ મતોથી પરાજય આપ્યો છે.
સની દેઓલ
પંજાબના ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ભાજપના ટિકીટ પર સની દેઓલે પ્રથમ વાર રાજકારણમાં ઝમ્પલાવ્યું છે. ચૂંટણી પરિણામોમાં સની દેઓલને 5,58,719 મત મળ્યા.સનીની સામે કોંગ્રેસના સુનીલ જાખર હતા. સુનીલને સની દેઓલે 82,459 મતોથી હરાવ્યા છે.
રવિ કિશન
ભોજપુરી સિનેમાના અમિતાભ બચ્ચન માટે જાણીતા રવિ કિશન, ગોરખપુરના ભાજપના ઉમેદવાર છે. રવિ કિશનને 7,17,1222 મતોથી જીત મળી છે. રવિ કિશને સમાજવાદી પાર્ટીના સમાજવાદી પક્ષના રામભુલા નિષદ સાથેની તેમની લડાઇ હતી. રવિ કિશનને લગભગ 3 લાખ મતોથી રામભુઆલને હરાવીને રેકોર્ડ જીત નોંધાવી છે.
સ્મૃતિ ઈરાની
અમીઠીથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ભાજપના ઉમેદવાર છે. તેમણે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ચૂંટણીમાં 55,120 મતોથી હરાવીને રેકોર્ડ બનાવી દીધો છે. સ્મૃતિ ઈરાનીએ 4,68,514 મત મેળવ્યા છે.
બાબુલ સુપ્રિયો
પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠકમાં ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોને 6,33,378 મતો મળ્યા છે. તેમણે તૃણમૂલ ઉમેદવાર મુનમુન સેનને 1,97,637 મત સાથે હરાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપની દમદાર જીત સાથે ભાજપના ઉમેદવાર કિરણ ખેર, મનોજ તિવારી, નુસરત જહાં, ભગવંત માન, દેવ અધિકારી, હંસરાજ હંસ, મીમી ચક્રવર્તી, શતાબ્દી રોય અને સુમનલતા સહિતના સ્ટાર ચૂંટણીના મેદાનમાં પણ ઝળક્યા છે અને ભાજપે ઐતિહાસિક જીતમાં ફાળો આપ્યો છે.