બોલીવુડની મશહુર અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે જન્મદિવસ છે. અનુષ્કા શર્માનો જન્મ ૧ મે ૧૯૮૮ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેના પિતા કર્નલ અજય કુમાર એક આર્મી ઓફિસર અને માતા હોમ મેકર. અનુષ્કાએ બેંગ્લોરમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા બાદ મોડલિંગની શરૂઆત કરી હતી.
વર્ષ ૨૦૦૮માં અનુષ્કાએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. બોલીવુડમાં ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી કરિયરની શરૂઆત કરી હતી. અને અત્યારે અનુષ્કા શર્મા બોલીવુડની મોસ્ટ ડિમાંડીંગ એક્ટ્રેસમાંની એક છે.ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહલ’ માં અનુષ્કા પોતાના જબરદસ્ત હોટ સીન્સ લઈને ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં તેને બિકની પહેરીને દર્શકોને પોતાના દીવાના કરી દીધા હતા. ફિલ્મમાં અનુષ્કા શર્માએ ગોવાની ચાલબાજ બિકની હસીનાનો જબરદસ્ત રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહ પર દેખાયો હતો.
હાલમાં અનુષ્કા શર્માએ ફિલ્મ ‘એનએચ ૧૦’નું નિર્માણ કર્યું છે. આ ફિલ્મમાં અનુષ્કાના રોલને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. આ એક થ્રીલર ફિલ્મ હતી. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘એડન લેક’થી પ્રેરિત છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા, દર્શનકુમાર, નીલ ભૂપલમ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. બોક્સ ઓફીસ સફળ રહી હતી આ ફિલ્મ.
વર્ષ ૨૦૧૪માં આવેલી નિર્દેશક રાજકુમાર હીરાનીની ફિલ્મ ‘પીકે’માં અનુષ્કા આમીર ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં આમીરે એલિયનની ભૂમિકા નિભાવી હતી, જયારે અનુષ્કાએ જગત જનની ઉર્ફ ‘જગ્ગુ’નો કિરદાર નિભાવ્યો હતો. આ ઉપરાંત આ ફિલ્મમાં સંજય દત્ત, બોમન ઈરાની, સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ૬૪૨ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ભારતની સૌથી સફળ ફિલ્મ બની છે. જેને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.
અનુષ્કાએ 2017માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યાં હતા.આજે તેના જન્મ દિવસ પર વિરાટે તેના Instagram પર એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે, “તને જન્મ દિવસની શુભકામનાઓ. દુનિયામાં તારા જેટલું સ્પષ્ટ અને પ્રામાણિક કોઈ નથી. લવ યૂ.”અનુષ્કાએ હાલ ‘સુઈ ધાગા’ ફિલ્મની શૂટીંગ પતાવી છે અને અત્યારે ‘ઝીરો’ ની શૂટીંગની તૈયારીઓમાં વ્યસ્ત છે. ઝીરોમાં તેની સાથે શાહરીખ ખાન અને કેટરિની કૈફ પણ છે.