મુંબઈ : બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ પ્રથમ વખત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે કામ કરતા જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જી કરી રહ્યા છે અને ફિલ્મનું શૂટિંગ સતત ચાલુ છે. હાલમાં જ વારાણસીના રાજઘાટ ખાતે ફિલ્મનું એક ગીત શૂટ કરવામાં આવ્યું છે, જેની શૂટિંગ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ફોટામાં આલિયા ભટ્ટ સૂટ અને ડેનિમ જેકેટ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે જ રણબીર કપૂરે જીન્સનો ટી-શર્ટ અને જેકેટ પહેર્યો છે. બંને કલાકારો હોડી પર બેસીને ઘાટ પર ફરતા જોવા મળે છે. નોંધનીય છે કે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રિલેશનશિપમાં હોવાના અહેવાલો સામાન્ય બની ગયા છે.