કેટલાક સમય પહેલા સમાચાર આવ્યા હતા કે વરૂણ ધવનના ફિલ્મ સેટ પર એક મોટી દુર્ઘટના ઘટી હતી. કારમાં દરવાજો બંધ થઈ ગયો અને કાર પહાડ પર લટલી ગઈ. જો કે ત્યારબાદ સ્ટંટબાજે બચાવી લીધો હતો. હવે ફરીથી એવા સમાચાર આવી રહ્યા છે. ચંદ્રગુપ્ત મૌર્ય સીરિયલ ફેમ એક્ટર પાર્થ તિવારી સાથે હાલમાં જ દુઃખદ ઘટના બની છે. ઘટના બાદ પાર્થ આઘાતમાં છે. રિપોર્ટ પ્રમાણે પાર્થ પર લગભગ 50 ગુંડાઓએ હુમલો કર્યો. એક્ટરે રાત્રે ફેસબુક પર લાઈવ કરીને આ વિશે જાણકારી આપી હતી. પાર્થે ફેસબુક લાઈવમાં કહ્યું, “હું મલાડ વેસ્ટમાં છત્રપતિ શિવાજી રાજે કોમ્પ્લેક્સમાં રહું છું. મારી બિલ્ડિંગમાં એક શખ્સ રહે છે તે પીધેલી હાલતમાં હતો. હું મારા ઘરેથી નીકળ્યો ત્યારે તેના લિફ્ટના દરવાજાથી મને ધક્કો વાગ્યો. મેં તેને સોરી કહી દીધું.
આગળ વાત કરતાં તેણે કહ્યું કે, માફી માગવા છતાં તે કંઈક બોલતો બોલતો મારી ગાડી પાછળ આવ્યો. મેં ફરીથી એકવાર તેની માફી માગી. તો તેણે મને અભદ્ર શબ્દો પણ કહ્યાં. ત્યારબાદ મેં પોલીસને ફોન કર્યો પરંતુ એકવાર તો ફોન પણ ન લાગ્યો. ત્યારબાદ તે શખ્સે મારા પર હુમલો કર્યો. અમારા વચ્ચે આ રીતે જપાજપી થતી હતી ત્યારે ત્યાં 40-50 ગુંડા આવી ગયા. પાર્થે આગળની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે, આ બધા ગુંડાઓએ મારા પર પથ્થર ફેંક્યા હતા. 40 લોકોની સામે હું એકલો લડી રહ્યો હતો. તેમણે મારા પર હુમલો કર્યો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી છે. પાર્થે કહ્યું, “હું એ લોકોથી બચતો બચતો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. એ સિવાય પાર્થ તિવારીએ પોલીસ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. 100 નંબર પર ફોન ના લાગવાની લીધે પાર્થ ઉદાસ થયો હતો. હાલમાં પાર્થ તિવારીએ ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.