ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજાએ ગઇકાલે રાજકોટમાં દીકરીને જન્મ આપ્યો હતો. આથી પૂજારા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચેતેશ્વર પૂજારા હાલ વિજય હઝારે ટ્રોફી રમવામાં વ્યસ્ત છે ત્યારે પત્નીએ પુત્રીને જન્મ આપ્યાના સમાચાર મળતા જ દિલ્હીથી રાજકોટ આવી પહોંચ્યો હતો. ચેતેશ્વરે ઇન્સ્ટાગ્રામમાં પોતાના એકાઉન્ટમાં પુત્રીને તેડી પત્ની સાથેની તસવીર શેર કરી છે. તસવીરમાં ચેતેશ્વર અને તેની પત્ની ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
પરિવારમાં 60 વર્ષ બાદ પુત્રીનો જન્મ થતા ખુશીનો માહોલ
પૂજારા પરિવારમાં 60 વર્ષ બાદ દીકરી આવતા ખુશીનો માહોલ છે. પરિવારમાં પુત્રીના જન્મને લઇને ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદભાઇ પૂજારાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં પુત્રીના જન્મને લઇને ખુશીનો માહોલ છે.