મુંબઈ : ટીવી સિરિયલ ‘ભાભીજી ઘર પર હે ‘માં હપ્પૂ સિંઘનું પાત્ર ભજવનાર ચાઈલ્ડ એકટર ખુબ જ લોકપ્રિય થયો છે અને હવે તેના પર અલગથી એક શો બનાવવામાં આવી રહ્યો છે. આ શોનું નામ “હપ્પૂ સિંઘનું અલ્ટન પલ્ટન” છે. આ શોમાં હપ્પૂ સિંઘના પરિવારમાં થતું પારિવારિક રાજકારણ વચ્ચે થતી મસ્તીને દર્શાવવામાં આવે છે. આ સીરીયલમાં ઋત્વિક નામનું પાત્ર ભજવતા બાળ કલાકાર આર્યન પ્રજાપતિ ખુબ જ ઝડપથી લોકપ્રિય થઇ રહ્યો છે. તે ટૂંક સમયમાં જ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં પણ જોવા મળશે.
આર્યન 5માં ધોરણનો વિદ્યાર્થી છે અને શોમાં તેનું કામ પ્રશંસાપાત્ર છે. આ બાળ કલાકારનું પ્રદર્શન ખૂબ પ્રશંસા મેળવતું રહે છે. આર્યન માટે તેમના કેમેરા સામે તેમનું પ્રદર્શન જેટલો જ મહત્વપૂર્ણ છે તેનો અભ્યાસ.
શૂટિંગમાં આર્યન મન લગાવીને કામ કરે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે બાકીના જરૂરી કામને તે મહત્વપૂર્ણ ગણતો નથી. દમદાર શૉટ આપ્યા પછી શૂટના મધ્યમાં આ નાનકડો કલાકાર તેની અભ્યાસકીય પ્રવૃત્તિ જેવી કે લર્નિંગ, હોમવર્ક અને રીવીઝન પર ધ્યાન આપે છે.
આર્યનની માતા રીતા પ્રજાપતિ, શૂટિંગ સેટ પર આવે છે અને શૂટિંગના કામ વચ્ચે મળતા સમયમાં આર્યનનું હોમવર્ક અને અન્ય અભ્યાસ પૂર્ણ કરાવે છે. એક અહેવાલ અનુસાર, આર્યન પોતે આ અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું, “મારા માતા-પિતા મને અભિનય અને અભ્યાસ કરવા માટે મદદ કરે છે. મારી માતા મને શૂટિંગના સેટ પર જ હોમવર્ક કરાવે છે અને ભણાવે છે.”