મુંબઈ : બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્વાસની તકલીફ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તેમનો કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે, તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
સૂત્રએ પીટીઆઈને કહ્યું કે, તે હવે ઠીક છે. તેને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાઈ, જેના પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. એક અથવા બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી સંભાવના છે.