મુંબઈ : હાલના દિવસોમાં ધ કપિલ શર્મા શોમાં દેખાઈ રહેલી હાસ્ય કલાકાર ભારતી સિંહનો નવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ભારતી સિંહના પતિ હર્ષ લીમ્બાચીયા, એલી ગોની, બાળ કલાકાર જન્નત ઝુબેર, અયાન ઝુબેર વિડીયોમાં એકસાથે ડાન્સ કરતા નજરે પડે છે. આ વીડિયો ભારતી સિંહના કોમેડી શો “ખતરા ખતરા ખતરા” ના સેટ પર બનાવવામાં આવ્યો છે. આ એપિસોડમાં, જન્નત ઝુબેર અને તેનો ભાઈ મહેમાન બનીને આવ્યા છે.
વીડિયોમાં સેટ ફ્લાઇટ જેવો ડિઝાઇન કરાયો છે. એરલાઇનનું નામ “ખતરા એરલાઇન્સ” છે. આ ટિક ટોક વિડીયોમાં, બધા પંજાબી ગીતો મેલોડી પર નૃત્ય કરે છે. લાલ રંગની ડ્રેસમાં જન્નત ઝુબેર ખૂબ સુંદર લાગે છે. નૃત્ય કરતી વખતે જન્નતના ભાઈ અયાન પણ ખુબ જ ક્યૂટ દેખાય છે.
ઉલ્લેખનીય છે કે, ભારતી સિંહના શો ‘ખતરા, ખતરા,ખતરા’ કલર્સ ટીવી પર ઓન એર થાય છે. દર અઠવાડિયે પ્રખ્યાત ટીવી સ્ટાર્સ શોમાં ભાગ લે છે. ભારતી સિંહ સાથે તેનો પતિ હર્ષ પણ આ શોને હોસ્ટ કરે છે. ટીઆરપી રેટિંગમાં ભારતીનો શો શ્રેષ્ઠ ક્રમાંક પર છે.
બીજી બાજુ, જન્નત ઝુબૈર રહેમાણી ટિક ટોકની સ્ટાર છે. તેમની બધી ટિક-ટોક વિડીયો સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. બાળ કલાકાર તરીકે જન્નતએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. તેમાં ‘તૂ આશીકી’, ‘આપ કે આ જાને સે’, મેરી આવાજ હી પહેચાન હે’, ‘ફૂલવા’ વગેરે સામેલ છે.. આ સાથે જ તેનો ભાઈ અયાન પણ ટીવી શોમાં સક્રિય છે.