મુંબઈ : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ઘટનાએ આ સમયે બધાને ચોંકાવી દીધા છે. આટલી નાની ઉંમરે તેના આ પગલાથી દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે તેની એક્સ મેનેજર દિશા સેલિયને પણ 14 મા માળેથી કૂદીને પોતાનો જીવ આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતની આત્મહત્યાનો દિશાની આત્મહત્યા સાથે કોઈ સંબંધ તો નથી!
જો કે, હાલમાં કોઈની પાસે જવાબ નથી, પરંતુ આ બંને આપઘાતનું કારણ કોમન છે કે કેમ તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. બરાબર 4 દિવસ પહેલા, એક્સ – મેનેજરનું દુ:ખદાયક મૃત્યુ અને આજે સુશાંતસિંહ રાજપૂતનું આ રીતે વિશ્વને અલવિદા કહેવું, એ ઘણા સંકેતો આપી રહ્યા છે. આ કેસની તપાસ ચાલી રહી છે.
દિશાના મોતને કારણે સુશાંત ચોંકી ગયો હતો. તેણે શોક વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “આ ખરાબ સમાચાર છે.” દિશાના પરિવાર અને મિત્રો પ્રત્યેની મારી સંવેદના. તમારા આત્માને શાંતિ મળે. ‘
તમને જણાવી દઈએ કે, સુશાંતે રવિવારે (14 જૂન) મુંબઇના તેના ફ્લેટમાં ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. તેના સેવકે આ અંગે પોલીસને જાણ કરી હતી. સુશાંતે આત્મહત્યા કેમ કરી તે અંગેની માહિતી હજુ સુધી બહાર આવી નથી. પોલીસને હજી સુધી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.