મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર તાજેતરમાં જ અમેરિકાથી ભારત પરત ફર્યા છે. તેણે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ પાસ કર્યો છે પરંતુ આ હોવા છતાં તેણે અન્યની સુરક્ષા માટે સેલ્ફ આઇસોલેશન (આત્મ-એકાંત)માં જ રહેવાનું નક્કી કર્યું છે. અનુપમ ખેર મુંબઈ આવીને તેમની માતાને પણ મળ્યા નથી. તાજેતરમાં જ તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં અનુપમ એક વીડિયો કોલ પર તેની માતા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. હવે અનુપમ ખેરનો નવો વીડિયો સામે આવ્યો છે જે અભિનેતા અનિલ કપૂરે શેર કર્યો છે.
વીડિયો એકદમ મનોરંજક છે અને તેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં અનુપમ ખેર બાલ્કનીમાં ઉભેલા જોવા મળી રહ્યા છે અને નીચે અનિલ કપૂર ઉભો છે. બંને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બીજા સાથે વાત કરી રહ્યા છે. અનિલ કપૂરે અમેરિકાથી પરત ફરેલા અનુપમ ખેરની તબિયત વિષે પૂછ્યું હતું. બંને એક બીજા તરફ સાથે વાત કરે છે પછી અનિલ કપૂર અનુપમને કહે છે કે, શું કરવું ? દોસ્ત, સુનીતા તને ઘરની અંદર આવવા દેશે નહીં. પછી શું થાય છે તે જાણવા માટે જુઓ આ વિડીયો…
#AKseesAK!
Keeping up with traditions but from a distance!! #socialdistancing #staysafe@AnupamPKher pic.twitter.com/mqyX6vT9Io— Anil Kapoor (@AnilKapoor) March 21, 2020