મુંબઈ : કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ છે. આવી સ્થિતિમાં, સ્ટાર્સ પણ તેમના ઘરોમાં બંધ થઈ ગયા છે. સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોનો સંપર્ક કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ પરપ્રાંતિય મજૂરોની મદદ કરવામાં વ્યસ્ત છે. હવે લોકો ટ્વિટર પર પણ સોનુ સૂદની મદદ માગી રહ્યા છે અને સોનુ પણ તેમની મદદ કરી રહ્યો છે.
હવે સોનુ સૂદ દ્વારા આપવામાં આવતી સહાયની કેન્દ્રીય મંત્રી અને અભિનેત્રી સ્મૃતિ ઈરાની દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું, ‘છેલ્લા બે દાયકાથી મને વ્યવસાયિક રૂપે (પ્રોફેશનલી) તમારા વિશે જાણવાનો લહાવો મળ્યો છે. હવે સોનુ સૂદ એક એક્ટર તરીકે જાણીતો છે. પરંતુ આ મુશ્કેલ સમયમાં તમે જે દયા બતાવી છે તેનો મને ગર્વ છે. જરૂરિયાતમંદોને મદદ કરવા બદલ આભાર. ‘
I’ve had the privilege of knowing you as a professional colleague for over 2 decades now @SonuSood & celebrated your rise as an actor ;but the kindness you have displayed in these challenging times makes me prouder still 🙏thank you for helping those in need🙏🙏 https://t.co/JcpoZRIr8M
— Smriti Z Irani (Modi Ka Parivar) (@smritiirani) May 24, 2020