મુંબઈ : સામાન્ય લોકોની સાથે બોલીવુડ સ્ટાર્સ પણ કોરોના વાયરસથી ચિંતિત છે. બધા પોતપોતાની રીતે જાગૃતિ ફેલાવવામાં રોકાયેલા છે. થોડા સમય પહેલા કાર્તિક આર્યને કોરોના વિશે મોનોલોગ રજૂ કર્યો હતો અને હવે અભિનેતા વરુણ ધવને તેના પર રેપ લખ્યો છે.
વરુણનો સ્વેગ વીડિયો
વરુણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જણાવી રહ્યો છે કે, ઘરે રહેવું જરૂરી છે અને કર્ફ્યુથી જનતાને કેવી રીતે ફાયદો થશે. વીડિયોમાં તમે વડાપ્રધાન મોદીને 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરતા જોશો. આ સાથે વરુણ ધવને જનતા કર્ફ્યુ રોક્સના નારા પણ લગાવ્યા હતા. વરુણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઘરે રહો, સલામત રહો.’