મુંબઈ : હોલીવુડની પ્રખ્યાત પૉપ સિંગર મેડોના કહે છે કે, તે કોવિડ -19 થી ભરેલી હવામાં નિરાંતે શ્વાસ લઈ શકે છે. તેનો કોવિડ -19 એન્ટિબોડીઝનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મેડોનાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા ચાહકોને આ માહિતી આપી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતી વખતે મેડોનાએ કહ્યું- ‘મેં પરીક્ષણ કરાવ્યું અને મને ખબર પડી કે મારામાં એન્ટિબોડીઝ છે. તેથી આવતી કાલે હું કારમાં લાંબી ડ્રાઇવ પર જવાની છું અને હું બારી નીચે ઉતારીશ અને હું કોવિડ -19 ની હવામાં શ્વાસ લેવાની છું.
નોંધનીય છે કે, એન્ટિબોડી ટેસ્ટ દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે, કોઈ વ્યક્તિ કોવિડ -19 ના સંપર્કમાં છે કે નહીં. જોકે, હજી સુધી તે સ્પષ્ટ નથી કે તમે કોવિડ -19 એન્ટિબોડી હોવા પર વાયરસથી બચી શકશો કે નહીં.