નવી દિલ્હી : ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની ચૈન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જીવા સિંહ ધોનીના ક્યૂટ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેના પિતાના ચાહકો પર જીવા ગુસ્સો કરતી જોવા મળે છે. જો કે, વીડિયોમાં જીવા દેખાતી નથી પરંતુ તેના અવાજ પરથી જાણી શકાય છે કે તે કેટલી ગુસ્સામાં છે.
આ વિડીયો એ સમયનો છે જ્યારે શુક્રવારે આઈપીએલની 12મી સીઝનના બીજા ક્વોલિફાયર રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને હરાવ્યા બાદ ધોની અને તેનો પરિવાર હોટલમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પ્રિય ખેલાડીઓને જોઈને વિશાખાપટ્ટનમ સિટીના ચાહકો (ફેન્સ) તેનો પીછો કરવાથી અટકી શક્ય નહીં. આ ફેન્સે ‘ધોની – ધોની’ના અવાજ સાથે કારણો પીછો કરવાનું શરુ કર્યું.
જોકે, ફેન્સ મોટા અવાજમાં ‘ધોની – ધોની’ની બૂમો પાડી રહ્યા હતા તે ધોની પુત્રી જીવાને ગમ્યું નહીં અને તે પણ તેના અંદાજમાં રોષે ભરાઈને સલાહ આપી રહી હતી ‘ ધીમે, ધીમે।..’ તેઓ અટકયા તો જીવા તેમને ખીજાવા લાગી. આ સાથે જ જીવા તેની માતાને કહે છે કે, તેઓ કેટલું મોટેથી બોલે છે… આ દરમિયાનનો કારની અંદરનો વિડીયો શૂટ કરવામાં આવ્યો છે, જે હાલ વાયરલ થઇ રહ્યો છે.
ZIVA on angry mode ??? pic.twitter.com/Zo3YltI3LO
— DHONIsm™ ❤️ (@DHONIism) May 10, 2019