મુંબઈ : ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને કર્ણાટકના કેપ્ટન મનીષ પાંડેએ સોમવારે દક્ષિણ ભારતની અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્નગ્રંથીથી જોડાયો છે. પરિવારના સભ્યોની હાજરીમાં એક સામાન્ય સમારોહમાં તેઓએ સાત ફેરા કર્યા. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદએ ઈંસ્ટાગ્રામ પર પરિણીત દંપતીની તસવીર શેર કરી છે. આઈપીએલમાં ડાબોડી બેટ્સમેન મનીષ પાંડે સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી ટીમમાં રમે છે.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીરમાં જોઇ શકાય છે કે વરરાજા મનીષ પાંડેએ શેરવાની પહેરી છે, જ્યારે કન્યા આશ્રિતા રેશમની સાડીમાં જોવા મળી રહી છે.