મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને સોનાક્ષી સિંહા અભિનીત ફિલ્મ ‘દબંગ 3’નું ટ્રેલર ઘણા સમય પહેલા રિલીઝ થયું છે અને તેના ગીતો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. દબંગ સીરીઝની દરેક ફિલ્મમાં એક ટાઇટલ ટ્રેક હોય છે, જે પ્રત્યેક સમયે કોઈ નવી સ્ટાઇલમાં અજમાવવામાં આવે છે. આ વખતે ટાઇટલ ટ્રેક એકદમ પ્રભાવશાળી છે અને હવે તેનો મેકિંગ વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે.
આ વીડિયો સલમાન ખાન ફિલ્મ્સની યુટ્યુબ ચેનલ પર બહાર પાડવામાં આવ્યો છે અને બતાવવામાં આવ્યું છે કે ગીત ક્યાં અને કેવી રીતે શૂટ કરવામાં આવ્યું છે. કોરિયોગ્રાફર શબીના ખાને કહ્યું, “સલમાન ખાનનો જન્મ ઈંદોરમાં થયો છે અને આ ગીતના શૂટિંગ માટે ઈંદોરના મહેશ્વર ઘાટથી વધુ સારી કોઈ જગ્યા હોઇ શકે નહીં.” ફિલ્મનું દિગ્દર્શન પ્રભુ દેવાએ કર્યું છે અને તે આ શૂટને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા.
Watch the making of the iconic 'Hud Hud Dabangg' song. #HudHudDabanggMakinghttps://t.co/rhJjhiINFU@BeingSalmanKhan @arbaazSkhan @saieemmanjrekar @PDdancing @KicchaSudeep @nikhil_dwivedi @SajidMusicKhan @wajidkhan7 @adityadevmusic @shabinaakhan @SKFilmsOfficial @TSeries
— Sonakshi Sinha (@sonakshisinha) November 18, 2019