મુંબઈ : બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજકાલ તેની ફિલ્મ ‘દબંગ -3’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંબંધમાં તે શોમાં કપિલ શર્મા પાસે પહોંચ્યો હતો. ‘ભાઈજાન’ કોઈ શોમાં પહોંચે છે ત્યારે ત્યાંનું વાતાવરણ જુદું હોય છે. કપિલના શોમાં જજની ભૂમિકા નિભાવી રહેલી અર્ચના પૂરણસિંહે એક બેકસ્ટેજ વીડિયો શેર કર્યો છે, જેમાં સલમાન ખાન જોવા મળે છે. અર્ચના સલમાન સાથે શૂટિંગ માટે પણ ઉત્સાહિત છે.
અર્ચનાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં સલમાન ખાન કેટલાક લોકો સાથે વાત કરી રહ્યો છે. તે ટી-શર્ટવાળા બ્લેક જેકેટમાં સ્માર્ટ લાગ્યો હતો. તેની સાથે અરબાઝ ખાન અને કીચા સુદીપ પણ દેખાયા હતા. અલબત્ત, જ્યારે પણ સલમાન ખાન તેની ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચે છે ત્યારે તે ખુદ ખુબ મજાક – મસ્તી કરે છે. જુઓ વિડીયો