મુંબઈ : બોલીવુડમાં 50 વર્ષની ઉંમરના સ્ટાર ફિલ્મોમાં તેની અડધી ઉંમરથી પણ નાની વયના પાત્ર નિભાવતા જોવા મળે છે. પરંતુ અભિનેતા અજય દેવગન તેની આગામી ફિલ્મમાં એક ઉંમરલાયકના પાત્રમાં જોવા મળશે અજય દેવગણની 50માં જન્મદિવસ પર, તેણે તેમની આગામી ફિલ્મ ‘દે દે પ્યાર દે’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ કૌટુંબિક કૉમેડી નાટકમાં, અજય દેવગન એક પતિની ભૂમિકા ભજવે છે જે તેની ઉંમરથી અડધી ઉંમરની છોકરી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે.
આ ફિલ્મમાં તબુએ અજય દેવગનની પ્રથમ પત્નીની ભૂમિકા ભજવી છે. 3 મિનિટ 17 સેકન્ડ લાંબા ટ્રેઇલરમાં જોવા મળે છે કે, કેવી રીતે અજય દેવગન એક યુવાન ગર્લફ્રેન્ડને લઈને તેના બાળકો, માતાપિતા અને મિત્રોને સામનો કરે છે. તે પણ તેની એક્સ-વાઇફ (તબુ) કેવી રીતે તેના પ્રેમમાં આદિ આવી રહી છે. અજય દેવગનની નાની ઉંમરની ગર્લફ્રેન્ડનું પાત્ર રફુલપ્રીત સિંહે નિભાવ્યું છે. ટ્રેઇલરમાં કૉમિક ટાઇમિંગ ખૂબ જ સરસ છે.
ફિલ્મમાં ‘મી ટૂ’ અભિયાન અંતર્ગત જાતીય સતામણીનો આરોપ સહન કરનાર અલોકનાથ અજય દેવગનના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. જાવેદ જાફરીએ અજયના મિત્રની ભૂમિકા ભજવી છે, જીમી શેરગિલ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ અજયની ‘ટોટલ ધમાલ’ પછીની બીજી કોમેડી ડ્રામા છે.
આ ફિલ્મને ટીસીરીઝ અને લવ ફિલ્મ્સ દ્વારા એકસાથે બનાવવામાં આવી છે. જ્યારે અકીવ અલી દિગ્દર્શિત છે. દે દે પ્યાર દે ફિલ્મ આ વર્ષે 17 મેના રોજ રિલીઝ કરવામાં આવશે.