Deb Mukherjee Last Rites: દેબ મુખર્જીના નિધનથી શોકમાં ડૂબ્યું બોલિવૂડ, કાજોલની આંખોમાં આવ્યા આંસુ
Deb Mukherjee Last Rites : જાણીતા ફિલ્મ નિર્માતા અયાન મુખર્જી ના પિતા અને વેટરન અભિનેતા દેબ મુખર્જી નું શુક્રવારે નિધન થયું. 83 વર્ષની ઉંમરે, તેમણે મુંબઈમાં પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના અવસાનના સમાચારથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અંતિમ સંસ્કારમાં હસ્તીઓનો ઉમટ્યો જુથ
દેબ મુખર્જીની અંતિમ વિદાય માટે તેમના ઘરના બહાર એમ્બ્યુલન્સ જોવા મળી હતી, અને તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્મશાનગૃહમાં સાંજે 4 વાગ્યે કરવામાં આવ્યા. તેમના પરિવાર સાથે જોડાયેલા નિકટના લોકો અને બોલિવૂડના દિગ્ગજ કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા.
અયાન મુખર્જી ગમગીન, કાજોલ થઈ ભાવુક
પિતાના અવસાનથી અયાન મુખર્જી ખૂબ જ દુઃખી છે. આ દુઃખદ ઘડીમાં તેમની ભત્રીજી કાજોલ પણ માતા તનુજા સાથે અંતિમ વિદાય આપવા પહોંચી. કાજોલ દેબ મુખર્જી સાથે દુર્ગા પૂજાના પંડાલમાં વારંવાર જોવા મળતી, અને તેમના વચ્ચે વિશેષ જોડાણ હતું. આ સમયે કાજોલ ભીની આંખે તેમના વિદાય સંસ્કાર જોઈ રહી હતી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે વ્યક્ત કર્યો શોક
View this post on Instagram
કરણ જોહર, જે અયાનના ખૂબ જ નજીક છે, પોતાની હોળીની ઉજવણી છોડી સીધા અયાનના ઘરે પહોંચ્યા. બંનેએ મળીને ઘણી હિટ ફિલ્મો આપી છે, અને કરણ જોહરે મિત્રના પિતાના અવસાન પર ગમગીન ભાવ વ્યક્ત કર્યો.
આલિયા ભટ્ટ પણ અયાનના દુઃખમાં ભાગીદાર બનવા તાત્કાલિક તેના ઘરે પહોંચી. અંતિમ સંસ્કાર દરમિયાન આલિયાની આંખોમાં પણ આંસુ હતાં.રણબીર કપૂર, જે અયાનનો ખૂબ જ નજીકનો મિત્ર છે, આલિયા સાથે મળીને વિદેશથી ભારત પરત ફર્યો અને તરત જ અયાનના ઘેર દોડી ગયો.
જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા પણ અંતિમ વિદાય માટે પહોંચ્યા. જયાએ કાજોલને ગળે લગાવી…દેબ મુખર્જીનું અવસાન મુખર્જી પરિવાર માટે એક મોટી ખોટ છે. તેમના નિધનથી બોલિવૂડમાં એક યુગ સમાપ્ત થયો છે, અને ઘણા સ્ટાર્સે તેમને શ્રદ્ધાંજલિ આપી.