મુંબઈ : દીપિકા પાદુકોણ માત્ર દેશમાં જ લોકપ્રિય નથી, પરંતુ તે તેના ઘણા પ્રોજેક્ટ્સને કારણે ગ્લોબલ સ્ટાર પણ બની છે. તાજેતરમાં પ્રખ્યાત વૈશ્વિક બ્રાન્ડ લુઇસ વિટન દ્વારા અભિનેત્રીને પેરિસ ફેશન વીકમાં હાજરી આપવા આમંત્રણ અપાયું હતું અને અભિનેત્રી માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ ફ્રાન્સમાં ફેલાયેલા કોરોના વાયરસ રોગચાળાને લગતા તાજેતરના ડેવલોપમેન્ટને કારણે દીપિકાને તેની યાત્રા રદ કરવી પડી છે.
દીપિકાના સત્તાવાર પ્રવક્તાએ શેર કર્યું છે કે, ‘દીપિકા પાદુકોણ પેરિસમાં ચાલી રહેલા ફેશન વીકના લૂઇસ વીટનના ફેશન વીક 2020 ના કાર્યક્રમમાં ભાગ લેવા ફ્રાન્સની મુલાકાતે જવાની હતી, પરંતુ કોરોના વાયરસનો રોગચાળો હવે ફ્રાન્સના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે. દીપિકાએ તેનો પ્રવાસ રદ કરી દીધો છે.