સંજય લીલા ભણસાળીની ખુબજ ચર્ચામાં રહેલી ફિલ્મ પદ્માવતી ખુબજ ચર્ચામાં છે. સંજય લીલા ભણસાલી તેની ફિલ્મોમાં ભવ્ય સેટ માટે જાણીતા છે. આજે પદ્માવતી ફિલ્મનું ગીત ઘુમર રિલીઝ થશે જે દીપિકા પર ફિલ્માવ્યું છે આ ગીતમાં દીપિકા ખુબજ ભવ્ય લાગી રહી છે. આ ગીતની ખાસ વાત એ છે કે આ ગીતના સ્ટેપ ખુબજ મુશ્કેલ છે.
આ ગીતને શ્રેયા ઘોસાલે પોતાનો કંઠ આપ્યો છે. ફિલ્મનું સંગીત ખુદ સંજય ભણસાલીએ આપ્યું છે. પ્રખ્યાત ઘુમર ડાન્સ એક્સપર્ટ જ્યોતિ ડી તોમરે ડાન્સની ખાસ પ્રેક્ટિસ દીપિકાને આપી છે. જ્યોતિ ઘુમર સ્કૂલ ચલાવે છે. આ સ્કૂલ સંતરામપુરમાં આવેલી છે જેની સ્થાપના પદ્મશ્રી એચ એચ રાજમાતા ગેવરદન કુમારીએ કરી છે. આ ગીતમાં દીપિકા ટ્રેડિશનલ રાજપૂત લુકમાં નજર આવે છે. દીપિકા આ ફિલ્મમાં ખુબજ સુંદર લાગશે તેમાં કોઈ બેમત નથી.