મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે આજે જિયો મામી મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી છે. વળી, અભિનેત્રીએ આ પદ છોડવાનું કારણ જણાવ્યું છે. દીપિકા પાદુકોણે જણાવ્યું છે કે તે પોતાના કામની વ્યસ્તતાને કારણે આ પદ છોડે છે.
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે તેણે જિયો મામી મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલના પ્રમુખ પદ છોડવાનો નિર્ણય લીધો છે કારણ કે તે ફિલ્મ ફેસ્ટિવલ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ રહેશે.
આપને જણાવી દઈએ કે વર્ષ 2019 માં, આમિર ખાનની પત્ની અને ફિલ્મ નિર્માતા કિરણ રાવની જગ્યાએ પદુકોણને ફિલ્મ ફેસ્ટિવલના અધ્યક્ષ તરીકે નિમવામાં આવી હતી.
દીપિકા પાદુકોણે કહ્યું કે મામીના બોર્ડનો ભાગ બનવું તેના અનુભવને સમૃધ્ધ બનાવનાર રહ્યું છે.
અભિનેત્રીએ કહ્યું, ‘મારી હાલની કૃતિઓની વ્યસ્તતાને કારણે મને લાગે છે કે હું મામી ફિલ્મ ફેસ્ટિવલ પર મારું ધ્યાન પૂર્ણ રીતે કેન્દ્રિત કરી શકીશ નહીં.’
દીપિકા પાદુકોણ પઠાણ અને ફાઇટર ફિલ્મમાં કામ કરી રહી છે.