પ્રદીપ સરકારની ફિલ્મમાં દીપિકા પદુકોણે કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. નવાઇની વાત તો એ છે કે, પહેલાં તો દીપિકાએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચીને કામ કરવાની તૈયારી દર્શાવી હતી.પરંતુ અભિનેત્રીની ટીમે મહિના બાદ દીપિકા કામ નહીં કરે એમ કહી હાથ ઉંચા કરી દીધા. આ પછી પ્રદીપ સરકારે ઐશ્વર્યા રાયનો સંપર્ક કર્યો હતો અને ઐશ્વર્યાએ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. પ્રદીપ સરકાર બિનોદિની પર બાયોપિક બનાવી રહ્યો છે. થોડા મહિના પહેલા તેણે દીપિકાની મુલાકાત કરીને ફિલ્મની વાર્તા સંભળાવી હતી. દીપિકાને સ્ક્રિપ્ટ પસંદ પડી હતી અને આ ફિલ્મમાં કામ કરવા રાજી થઇ હતી. પછીથી ફિલ્મ ‘છપાક’ના પ્રમોસનમાં દીપિકા વ્યસ્ત થઇ ગઇ હતી. તેણે આ બાબતે પછી વાત કરવાનું કહ્યું હતું.આમ છતાં દીપિકા તરફથી કોઇ જવાબ આવ્યો નહોતો.
અંતમાં દીપિકાને ટીમે પ્રદીપ સરકારને દીપિકાઆ ફિલ્મ નહીં કરી શકે એમ કહી દીધું હતું. દીપિકા લાઇટ હાર્ટેડ ફિલ્મ કરવા ઇચ્છે છે, તેને આવી ગંભીર વિષય પર આધારિત ફિલ્મ કરવી નથી.હવે પ્રદીપ સરકારે ઐશ્વર્યા રાય બચ્ચનનો સંપર્ક કર્યો છે અને તેણે આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી હોવાનું કહેવાય છે. જો આમ થશે તો ઐશ્વર્યાની ‘ફન્ને ખાન’ પછીની આ બોલીવૂડ ફિલ્મ હશે.પ્રદીપ સરકારની આ ફિલ્મ 19મી સદીની બંગાળી થિયેટરની અભિનેત્રી-ગાયિકા બિનોદિની દાસીના જીવન પર આધારિત છે. જે નાટી બિનોદિનીના નામથી જાણીતી છે. જેણે અક દાયકાથી પણ અધિક સમય સુધી કોલકાતાના સ્ટેજ પર રાજ કર્યું હતું.