મુંબઈ : દીપિકા પાદુકોણ 5 જાન્યુઆરીએ 34 વર્ષની થઈ છે, પરંતુ તેણે તેના જન્મદિવસ પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેની ફિલ્મ ‘છપાક’ના પ્રમોશનમાં વ્યસ્ત દીપિકાએ મુંબઈમાં પ્રમોશન દરમિયાન ફિલ્મની ટીમ સાથે કેક કાપી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે દીપિકાનો કો-સ્ટાર વિક્રાંત મેસી અને તેની ફિલ્મ ડિરેક્ટર મેઘના ગુલઝાર દીપિકા ઉપર ફૂલો ઉડાવી રહ્યા છે અને ત્યાં હાજર લોકો દીપિકા માટે હેપ્પી બર્થડે સોંગ ગાવાનું શરૂ કરે છે. આ પછી, દીપિકા કેક કાપે છે અને તે મેઘના, વિક્રાંત અને મીડિયા ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથે એન્જોય કરે છે.
મહત્ત્વની વાત એ છે કે, દીપિકા તેની આગામી ફિલ્મ ‘છપાક’ની સહ નિર્માતા પણ છે. આ ફિલ્મ સાથે, તે પ્રથમ વખત નિર્માણની જવાબદારી લઇ રહી છે. આ ફિલ્મની સફળતાને લઈને તે સંપૂર્ણ તાણ મુક્ત છે. દીપિકાએ કહ્યું હતું કે, આ પ્રકારની ફિલ્મોમાં બોક્સ ઓફિસની સફળતા ભાગ્યે જ મહત્વ ધરાવે છે, તેથી હું આંકડા વિશે વિચારતી નથી. મને નથી લાગતું કે તે જોખમ લેવા જેવું લાગવું જોઈએ. હું આ સ્ટોરી દરેક સુધી પહોંચાડવા માંગતી હતી.