મુંબઈ : ‘કવચ 2’ની અભિનેત્રી દીપિકા સિંહની માતા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સમયે દીપિકાના માતા, પિતા, બહેન અને પરિવારના બાકી લોકો દિલ્હીમાં છે. આજે (12 જૂન) દીપિકાને ખબર પડી કે તેની માતાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં દીપિકાએ કહ્યું કે, હા, આજે જ મારી માતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો તે મને ખબર પડી. મારા કુટુંબમાં 45 લોકો છે જે મારી માતાના સંપર્કમાં આવ્યા છે. મારા પપ્પાને પણ ડાયાબિટીસ છે અને તેમનો ટેસ્ટ થવાનો બાકી છે. મારા પિતા સવારથી જ લાઇનમાં હતા, ત્યારબાદ તેમને થોડા કલાકો પહેલા રિપોર્ટ મળ્યા. મારી બહેન અનુ અને પાપાને રિપોર્ટ લેવામાં મુશ્કેલી પડી. આટલું જ નહીં, ત્યાં કોઈ ડોક્ટર નથી જે સારવાર કરે. ”
દીપિકા સિંહનો આખો પરિવાર ચિંતિત
દીપિકાની માતા 59 વર્ષની છે અને હાલમાં તે ઘરે છે. તેમને ઘરે સારવાર આપવાનું કહેવામાં આવ્યું છે. દીપિકાએ એમ પણ કહ્યું હતું કે, હોસ્પિટલ તરફથી હજી સુધી રિપોર્ટ આવ્યા નથી, રિપોર્ટ્સના ફોટોગ્રાફ્સ લેવાનું કહેવામાં આવ્યું છે. ત્યાં કોઈ ડોક્ટર નથી જે સારવાર કરે.
દીપિકાએ આગળ કહ્યું, “મેં જે બધા ડોકટરોની સાથે વાત કરી છે તેઓએ કહ્યું હતું કે છાતીનો XRAY ખૂબ મહત્વપૂર્ણ છે, પરંતુ મારી માતાનો XRAY (એક્સ-રે) શક્ય નથી, અથવા કોઈ ખાનગી હોસ્પિટલમાં બેડ પણ ઉપલબ્ધ નથી.” તેમને ઘરે સારવાર લેવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ તેમને સારવારમાં શું કરવું એ પણ કહેવામાં આવ્યું નથી. ”
તેમણે કહ્યું, “દિલ્હીમાં મારા ઘરમાં 45 લોકો છે, હવે તેમનો ટેસ્ટ પણ જરૂરી છે. મારી દાદી, જે 90 વર્ષના છે અને હવે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે, ત્યાં બધા ચિંતિત છે. ”