નવી દિલ્હી : ઇન્ટરનેટ પર અલગ – અલગ અંદાઝમાં વિડીયો પોસ્ટ કરીને ધમાલ મચાવી રહેલી ઢિંચાક પૂજાએ ફરી એકવાર વાપસી કરી છે. ઢિંચાક પૂજાનું પહેલુ ગીત ‘સેલ્ફી મેંને લેલી આજ’ ગીતે સોશિયલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી હતી અને આ ગીતથી તે ખુબ ફેમસ થઈ હતી. હાલમાં જ પૂજાનું નવું ગીત ‘નાચ કે પાગલ હો જાઓ’ રિલીઝ કર્યું છે. આ ગીતનો વિડીયો જોઈ ફેન્સ તેને અલગ અલગ પ્રતિભાવો આપી રહ્યા છે.
પૂજાએ આ ગીત યુટ્યુબ ચેનલ પર 25 જુલાઈએ અપલોડ કર્યું હતું. જેને અત્યાર સુધી 12 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. અજીબ ગીતોને કારણે જાણીતી બનેલી પૂજા 2017માં પ્રખ્યાત શો બિગ બોસનો ભાગ પણ બની હતી. પરંતુ તે શોમાં લમ્બો સમય ટકી ન હતી.