મુંબઈ : દિયા મિર્ઝા છેલ્લા ઘણા દિવસોથી તેના લગ્નને લઈને ચર્ચામાં છે. હવે લગ્નના લગભગ 1 મહિના પછી તે પતિ વૈભવ સાથે હનીમૂન માટે નીકળી છે, આ દરમિયાન તેના ઘણા ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ સાથે, દીયા લોકોને સમય-સમય પર પ્રદૂષણથી થતા નુકસાન વિશે જાગૃત કરતી રહે છે. તાજેતરમાં જ, તેણીએ આ માટે એક નવું ટ્વીટ કર્યું અને લખ્યું કે, પુરુષોના પ્રાઈવેટ ભાગ પર પ્રદૂષણની ખૂબ જ ખરાબ અસર પડે છે.
પ્રદૂષણને કારણે પુરુષોના પ્રાઈવેટ ભાગ ને થાય છે નુકસાન
દીયાએ તાજેતરમાં જ આ ટ્વિટ કર્યું છે જેમાં તેણે સંશોધન પર આધારિત એક અહેવાલને ટેગ કરતા કહ્યું છે કે, પર્યાવરણમાં રહેલા ઝેરી રસાયણો શુક્રાણુઓની સંખ્યા અને અંડકોષને અસર કરી રહ્યા છે, પુરુષોના પ્રાઈવેટ ભાગને અસર કરે છે. દિયાએ વધુમાં લખ્યું છે કે, આ માહિતી પછી લોકો સંભવત પર્યાવરણીય સંરક્ષણ માટે જાગૃત હશે. દિયાનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અને લોકો આ અંગે જોરદાર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
Now maybe the world will take #ClimateCrises and #AirPollution a little more seriously? https://t.co/zSHfek3iWN
— Dia Mirza (@deespeak) March 26, 2021
દિયા વૈભવે 1 મહિના પહેલા જ લગ્ન કર્યા હતા
તમને જણાવી દઇએ કે દીયા હંમેશાં તેના ટ્વિટ દ્વારા લોકોને પ્રકૃતિના મહત્વ વિશે સમજાવે છે. વર્ષની શરૂઆતમાં જ દીયાએ કહ્યું હતું કે કોવિડ -19 રોગચાળો એ દરેક માટે જાગૃત સંદેશ છે અને હવે આપણે બધાએ પર્યાવરણને પ્રદૂષિત થવાથી બચાવવા માટે વિશેષ ધ્યાન આપવું જોઈએ. જણાવી આવી દઇએ કે થોડા સમય પહેલા ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. અને લગ્નના એક મહિના પછી બંને હનીમૂન માટે માલદિવ પહોંચ્યા છે.