મુંબઈ : આખરે અર્જુન કપૂર અને પરિણીતી ચોપડા સ્ટારર ‘સંદીપ ઔર પિંકી ફરાર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ સાથે દિબાકર બેનર્જી લાંબા સમય પછી દિગ્દર્શનમાં વાપસી કરી રહ્યા છે. 2 મિનિટ 27 સેકન્ડના આ ટ્રેલરમાં પરિણીતી સંદીપ કૌર અને અર્જુન કપૂર સંદીપ કૌરની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરના પહેલા શોટમાં સંદીપ પિંકીની કાર પાસે પહોંચે છે અને તેને વિનંતી કરે છે કે તે તેને દિલ્હીની બહાર લઈ જાય.
પિંકીને શંકા છે કે, સંદીપે કેટલાક ખતરનાક ગુના કર્યા છે પરંતુ આ હોવા છતાં તે બંને દિલ્હીની બહાર જાય છે. સંદીપ અને પિંકી આ પછી એક વૃદ્ધ દંપતી સાથે રહેવાનું શરૂ કરે છે, પરંતુ અહીં પણ બંને માટે પરિસ્થિતિ પડકારરૂપ હોય છે. કારણ કે, પિન્કીને તેના બોસ જયદિપ અહલાવત તરફથી ઓર્ડર મળ્યા હોય છે કે તે સંદીપને મારી નાખે. જો કે, સમય જતાં બંને વચ્ચે બોન્ડ થાય છે. આવી સ્થિતિમાં પિંકી સંદીપને મારવાનું કામ કરે છે કે નહીં, તે ફિલ્મ જોયા પછી જાણવા મળશે.