મુંબઈ: વર્ષ 2020 માં, હાસ્ય કલાકાર કપિલ શર્માએ ભારતના સૌથી લોકપ્રિય કાર ડિઝાઇનર અને કાર મોડિફિકેશન સ્ટુડિયો ‘ડીસી ડિઝાઇન’ ના સ્થાપક દિલીપ છાબરીયા અને તેમના પુત્ર બોનીટો છાબરિયા સહિત અન્ય લોકો સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે બોનીટો છાબરિયાની ધરપકડ કરી છે.
કપિલ શર્માએ ગયા વર્ષે દિલીપ, તેના પુત્ર બોનીટો અને અન્ય સામે 5.3 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે કપિલ શર્માએ ગયા વર્ષે મુંબઈમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તેણે દિલીપ છાબરિયાના પુત્ર પર 5.3 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો.
કપિલે વર્ષ 2020 માં ફરિયાદ નોંધાવી હતી
કપિલે પોલીસને જણાવ્યું હતું કે તેણે છાબરિયાને માર્ચ અને મે 2017 ની વચ્ચે પોતાના માટે વેનિટી બસ ડિઝાઇન કરવા માટે 5 કરોડ રૂપિયા આપ્યા હતા પરંતુ 2019 સુધી કોઈ કામ થયું ન હતું. આ કેસમાં પોલીસે ઉચ્ચ કક્ષાએ તપાસ કરી હતી. સપ્ટેમ્બર 2020 માં, કપિલ શર્માએ આર્થિક અપરાધ શાખા (EOW) નો સંપર્ક કર્યો અને છાબરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પ્રાથમિક સુનાવણી બાદ ટ્રિબ્યુનલે છાબરીયાની કંપનીના ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો.
ફરિયાદીઓમાં અભિનેત્રી પણ હતી
તમને જણાવી દઈએ કે દિલીપ છાબરિયા દેશના જાણીતા કાર ડિઝાઇનર છે. તેમણે ઘણી હસ્તીઓ, ખાસ કરીને બોલિવૂડ સેલિબ્રિટીઝની વેનિટી વાન ડિઝાઇન કરી છે. હકીકતમાં, પાંચ ફરિયાદીઓમાંથી એક અભિનેત્રી છે જેણે દિલીપ છાબરિયા પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.