અભિનેત્રી ડિમ્પલ કાપડિયા ક્રિસ્ટોફર નોલની અપકમિંગ ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મનું નામ ટેનેટ છે. હાલમાં મેકર્સે ડિમ્પલના નામની અનાઉન્સમેન્ટ કરી હતી. ધ હોલીવુડ રિપોર્ટર અનુસાર, એરોન ટેલર, જોનસન, કેનેથ બ્રાનધ, ક્લેમેંસ પોસી અને માઇકલ કેન પણ આ ફિલ્મના કલાકારોમાં સામેલ થઇ ગયા છે.
હાલમાં ડિમ્પલને જુહૂમાં સલૂનની બહાર સ્પોટ કરવામાં આવી. તેણે ગ્રે કલરની ઇનરની ઉપર વ્હાઇટ કલરનું ઓવરકોટ અને બ્લેક કલરની લેગિન્સ પહેર્યુ હતું, બ્લેક બેગ અને ખુલ્લા વાળમાં ડિમ્પલ કઇક અલગ જ લાગતી હતી. ડિમ્પલ આ પહેલા પણ એક હૉલીવૂડ ફિલ્મમાં નજરે પડી ચૂકી છે. તેમણે ફિલ્મ લીલા (2002)માં પણ એક્ટિંગ કરી હતી.ત્યારે હવે ડિમ્પલ 61 વર્ષની ઉંમરમાં કેવી લાગે છે જુઓ તેની તસવીરો