મુંબઈ : ડિમ્પલ કાપડિયાની હોલીવુડ ફિલ્મ ‘ટેનેટ’નું ટ્રેલર આવી ગયું છે અને તે ખૂબ રસપ્રદ છે. હોલીવુડ અભિનેતા રોબર્ટ પેટિન્સન અને જ્હોન ડેવિડ વોશિંગ્ટન સ્ટારર ફિલ્મ ટેનેટ એક અનોખી વાર્તા પર આધારીત છે, જેમાં મુખ્ય પાત્રને વિશ્વયુદ્ધ 3ને અટકાવવાના મિશન પર મોકલવામાં આવ્યું છે. આ એક્શન થ્રિલર ફિલ્મ પ્રખ્યાત ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલને બનાવી છે.
જબરદસ્ત એક્શનથી ભરેલું ટ્રેલર
ફિલ્મના ટ્રેલરમાં તમે જોન ડેવિડ વોશિંગ્ટનનું પાત્ર બધી મુશ્કેલીઓમાંથી લડતા અને આવા સત્યને જીવતા જોશો, જે એકદમ વિચિત્ર છે. જ્હોન ડેવિડ એક એવી વ્યક્તિ છે જે કોઈ ઘટના બને તે પહેલાં જ તે સ્થળે પહોંચી જાય છે. ડિમ્પલ કાપડિયા આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. જો કે, ખરેખર તેની ભૂમિકા શું છે તે બહાર આવ્યું નથી.
ટ્રેલરમાં તમે ડિમ્પલ કાપડિયાને સુંદર ગ્રીન આઉટફિટમાં જોશો. ડિમ્પલે ગ્રીન કલરનો સૂટ અને ગોલ્ડ જ્વેલરી પહેરી છે. તે જ્હોન ડેવિડના પાત્રને કહે છે કે તમારે વિશ્વને એક નવા પરિપ્રેક્ષ્યથી જોવાનું શરૂ કરવું જોઈએ. જો કે, ટ્રેલરમાં ડિમ્પલની સેકંડ માત્રની એક ઝલક છે.
આ ફિલ્મમાં જ્હોન ડેવિડ વોશિંગ્ટન ઉપરાંત રોબર્ટ પેટિનસન અને માઇકલ કેઈન પણ રસપ્રદ પાત્રો ભજવશે. આ ફિલ્મનું ટ્રેલર અહીં જુઓ…