મુંબઈ : લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા પછી રાહુલ વૈદ્ય અને દિશા પરમાર વચ્ચેનો પ્રેમ સાકાર થયો અને બંનેએ તાજેતરમાં લગ્ન કર્યા છે. લગ્ન ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. રાહુલ વૈદ્ય સાથે લગ્ન કર્યા બાદ હવે દિશા પરમારે પણ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલ્યું છે.
દિશા પરમારે ઇન્સ્ટા પર બદલ્યું તેનું નામ
પહેલાં દિશાનું નામ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર ‘દિશા પરમાર’ લખેલું હતું, જ્યારે હવે તેનું નામ દિશા પરમાર વૈદ્ય બની ગયું છે. જોકે તેણે ટૂંકા સ્વરૂપમાં લખ્યું છે. દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટાઇટલ સ્પેસમાં DPV એટલે કે ‘દિશા પરમાર વૈદ્ય’ લખ્યું છે. આપને જણાવી દઈએ કે બિગ બોસના ઘરમાં લગ્નનું વાતાવરણ ઘણીવાર જોવા મળ્યું છે, આ સિઝનમાં પરિસ્થિતિ થોડી જુદી હતી.
બિગ બોસના ઘરમાંથી કર્યો હતો પ્રપોઝ
રાહુલ વૈદ્ય લાંબા સમયથી દિશા પરમાર સાથે રિલેશનશિપમાં હતો પરંતુ તેણે બિગ બોસના ઘરે રહીને તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેણે તેના માટે ખૂબ જ અનોખી રીતનો વિચાર કર્યો. રાહુલ વૈદ્યએ વ્હાઇટ ટી-શર્ટ પર લિપસ્ટિક વડે લખ્યું હતું – આઈ લવ યુ. વીલ યુ મેરી મી ? અને કેમેરા સામે બતાવ્યું હતું. ચાહકોને નેશનલ ટેલિવિઝન પર રાહુલ દ્વારા તેની ગર્લફ્રેન્ડ દિશાને કરવામાં આવેલો આ પ્રસ્તાવ ખુબ ગમ્યો.