અમદાવાદ : અમદાવાદમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રવાસ પર ભારત અને અમેરિકા વચ્ચે ઘણા મોટા કરાર થઈ શકે છે. ટ્રમ્પનો આ પહેલો ભારત પ્રવાસ છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડવામાં આવી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં રોડ શો કરશે અને મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. આ સમય દરમિયાન બોલિવૂડ સ્ટાર્સ પણ આ મેગા ઇવેન્ટનો ભાગ બનશે.
આ કાર્યક્રમમાં સદીના દિગ્ગજ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિનેત્રી સોનમ કપૂર શામેલ હશે. સિંગર કૈલાશ ખેર પણ પોતાનું પર્ફોમન્સ આપશે. કૈલાશ તેના પર્ફોમન્સને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ સિવાય કોઈનું નામ જાહેર કરાયું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ટ્રમ્પને આવકારવા માટે ફિલ્મ ઉદ્યોગના વધુ મોટા નામ ત્યાં હાજર હોઈ શકે છે.